દક્ષિણ-પશ્ચિમ દિશા તરફથી પવન ફુંકાતા તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો

0
6

દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી જેટલું નોંધાયું
સુરત, તા.૧૬
મે મહિનાના ત્રીજા સપ્તાહ દરમ્યાન પણ દક્ષિણ ગુજરાતમાં અધિકતમ તાપમાનનો પારો ૩૩ ડીગ્રીની આસપાસ રહેતાં અસહ્ના ગરમીથી રાહત મળી રહી છે. દક્ષિણ પિમ દિશાથી પવન ફુંકાવાની સાથે પ્રિ­મોન્સુન એક્ટીવિટી શરૂ થતાં તાપમાન ઘટ્યું છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૩૩.૭ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૭.૦ ડીગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ મિલીબાર નોંધાયું છે. શહેરમાં સવારથી પિમ દિશાથી દરિયાઈ પવન ફૂંકાઈ રહ્ના છે.
નવસારીમાં આજે અધિકતમ તાપમાન ૩૩.૫ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૪.૦ ડીગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૮૨ ટકા નોંધાયું છે. જ્યારે દક્ષિણ પિમ દિશાથી કલાકના ૭ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. વલસાડમાં અધિકતમ તાપમાન ૩૩.૪ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૩.૧ ડીગ્રી નોંધાયું છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ છવાતા અસહ્ના ગરમીથી રાહત મળી રહી છે. પ્રિ­મોન્સુન એક્ટિવીટી શરૂ થતાં ઉકળાટનો અનુભવ થઈ રહ્ના છે. આગામી સપ્તાહ સુધી વાતાવરણ યથાવત રહે તેવી શક્યતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY