વડાપ્રધાનના હસ્તે કેબલ બ્રિજના લોકાર્પણની ઘેલછાના કારણે લાખો લોકો હેરાન

0
12

સુરત,તા.૨૪
સુરતની તાપી નદી પર બનાવવામાં આવેલો કેબલ બ્રિજ શરૂ થાય તો અડાજણ-રાંદેર વિસ્તારના લાખો લોકોની ટ્રાફિકની સમસ્યા હલ થાય તેમ છે પરંતુ ભાજપ શાસકોની વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બ્રિજનું લોકાપર્ણ કરાવવાની ઘેલછાના કારણે રોજ લાખો લોકો રોજ ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યાં છે.
શાસકો આ બ્રિજનું લોકાપર્ણ કરાવવા માટે વડા પ્રધાનને પત્ર લખી રહ્યાં છે. જાકે, વડાપ્રધાનની તારીખ ન મળતી હોવાના કારણે સુરતની પ્રજા રોજ ટ્રાફિકમાં ફસાઈ રહી છે. હવે બ્રિજ ખુલ્લો મુકવા માટે દબાણ ઉભુ થતાં કામગીરી બાકી દર્શાવવા માટે બ્રિજ પર ટ્રક મુકી દેવામાં આવી છે.
સુરતની તાપી નદી પર ૧૫૦ કરોડના ખર્ચે બનેલો કેબલ સ્ટેઈડ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. દસેક દિવસ પહલા આ બ્રિજનો લોડ ટેસ્ટીંગ રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. બ્રિજની તમામ કામગીરી પુરી થઈ ગઈ છે પરંતુ શાસકોની બ્રિજનું લોકાપર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે જ કરાવવાની ઘેલછા રાખી રહ્યાં છે. તો બીજી તરફ વડા પ્રધાનના સુરત આવવા માટે સમય મળતો નથી. જેના કારણે હવે વડા પ્રધાન જ્યારે સમય આપે ત્યારે જ સુરતની ટ્રાફિકમાં ફસાતી પ્રજાને રાહત મળી શકે તેમ છે. હવે કામગીરી પુરી થઈ ગઈ છે પણ હવે દેખાડો કરવા માટે બ્રિજ પર ટ્રક ઉભી કરી દીધી છે.
અડાજણ પાલ વિસ્તાર ભાજપના મતદારોનો વિસ્તાર કહેવાય છે પરંતુ આ ભાજપ શાસકોના પાપે આ પ્રજા છેલ્લા ઘણાં સમયથી ટ્રાફિક જામમાં ફસાઈ રહી છે. બ્રિજ તૈયાર થયો હોવા છતાં લોકોને ટ્રાફિક જામમાંથી મુકિત અપાવવાના બદેલ પોતાની વાહવાહી કરવા માટે મોદીના હસ્તે લોકાપર્ણના ધખારા હોવાનું લોકોને જાણ થતાં લોકો ભાજપ શાસકો સામે રોષની લાગણીથી જાઈ રહ્યાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY