જામીન પર છૂટેલા કથિરીયાને જેલભેગો કરવા પોલીસની સેશન્સ કોર્ટમાં અરજી

0
14

સુરત,તા.૩૧
રાજદ્રોહના કેસમાં છ મહિના કરતા વધુ સમય બાદ જામીન પર મુક્ત થયેલા અલ્પેશ કથિરીયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. બહાર આવતાં જ પોલીસ સાથે અભદ્ર વર્તન કરવાના આરોપસર સુરત પોલીસે રાજદ્રોહ કેસમાં અલ્પેશના જામીન રદ કરવા સ્થાનિક ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. શુક્રવારે પોલીસ સાથે થયેલી જીભા જાડી બાદ અલ્પેશની અટકાયત પણ કરવામાં આવી હતી. પોલીસે આજે અલ્પેશ વિરુધ્ધ અરાજકતા ફેલાવવાના આરોપસર રાજદ્રોહ કેસની શરતો ભંગ થતી હોવાથી જામીન રદ કરવાની માગણી કરી છે.
અલ્પેશ કથિરીયાએ જણાવ્યું હતું કે, સરકાર સમાજને તોડવા માગે છે અને પોલીસ સરકારના ઈશારે મારા વિરુધ્ધ કામ કરે છે. પોલીસ દ્વારા મને રાજદ્રોહના કેસમાં કે અન્ય કેસમાં કેમ ફીટ કરી દેવો અને ફરીથી જેલ હવાલે ધકેલી દેવા માટે આ પ્રકારનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. હિંસા માટે દોષી પોલીસ અધિકારીઓ વિરુધ્ધ કામ કરવાની જગ્યાએ મને પૂરવામાં આવશે તો તે યોગ્ય રહેશે નહીં.
રાજદ્રોહ કેસમાંથી અલ્પેશ કથિરીયા જામીન પર છૂટ્યો છે તે દિવસથી જ તે કોઈને કોઈ બહાને પોલીસની સાથે ઘર્ષણમાં ઉતરવા માગે છે, તેવો દાવો કરતા પોલીસે જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલનમાં હવે અલ્પેશ પણ મોટો બનવા માગે છે. આ કારણે તે પોતાની પર વધુ કડક પગલાં પોલીસ ભરે તેવું અંદરખાને ઈચ્છે છે. હવે અલ્પેશના જામીન રદ કરવાના મુદ્દે કોર્ટમાં આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY