ડીસા,તા.૨૭
બનાસકાંઠાના ડિસામાં એક બિલ્ડરની દબંગાઇ સામે આવી છે, અહીં લાંબા સમયથી કોર્ટમાં બિલ્ડર અને પાલિકા વચ્ચે રોડના મામલે કેસ ચાલતો હતો. જેમાં કોર્ટે આ બાબતે બિલ્ડર અને પાલિકા સાથે સમાધાન કરી યોગ્ય નિર્ણય લાવી દીધો હતો, પરંતુ એવું તે શું થયું કે બિલ્ડરે પાલિકાએ બનાવેલો રોડ રોતારોત તોડી નાખવો પડ્યો.
ડિસામાં રાત્રિના સમયે કરોડોના ખર્ચે જાહેર જનતા માટે રોડ પાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ રોડ બનાવવાથી ૧૫૦૦૦ લોકોને અવળ જવરમાં સહેલાઇ પડતી હતી, પરંતુ બિલ્ડરે રોડ બન્યા બાદ રાત્રિના સમયે રોડ પર બુલડોઝર ફેરવી તોડી પાડ્યો હતો. કોર્ટમાં બિલ્ડર અને પાલિકા વચ્ચે રોડની મિલકત મામલે સમાધાન થયું હોવા છતાં બિલ્ડરે આવું કેમ કર્યું તે મોટો પ્રશ્ન બનેલો છે.
આ રોડ તૂટી જવાથી આ રોડ વાપરતા અંદાજીત ૧૫૦૦૦ હજાર લોકોનો આવવા જવાનો રસ્તો બંધ થયો છે. ડીસા પાલિકામાં ભાજપનું શાસન સ્થાપિત છે. તેમ છતાં બિલ્ડરની દબંગાઇથી શહેરીજનો પણ સ્તબ્ધ બની ગયા હતા. હાલ આ ઘટનાને લઇને પાલિકા ચીફ ઓફિસરે સખ્ત કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




