સામાન મોડો લાવનાં મુદ્દે કેદીના માથા પર અન્ય કેદીએ ગરમ ચા રેડી

0
11

સુરત,તા.૩૧
સચિન ખાતે લાજપોર પાસે આવેલી સેન્ટ્રલ જેલમાં મેચમાં સામાન મોડો લાવવાના મુદ્દે થયેલા ઝઘડામાં હત્યાના ગુનામાં સંડોવાયેલા કેદીના માથા પર અન્ય કેદીએ ગરમ ચા રેડતા તેને સારવાર માટે નવી સિવિલ હોÂસ્પટલમાં ખસેડાયો હતો.
નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સચિન ખાતેના લાજપોર ગામ પાસે આવેલી સેન્ટ્રલ જેલમાં ગઈકાલે સાંજે ૨૫ વર્ષીય કેદી સુનિલ રાજેશ મકવાણાએ અન્ય કેદીના માથા પર ગરમ ચા ફેંકી દીધી હતી. જેથી મોઢા પર દાઝી જતા સવારે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
નોંધનીય છે કે સુનિલ હત્યાના ગુનામાં સંડોવાયેલો હોવાથી સેન્ટ્રલ જેલમાં પોલીસે મૂક્્યો છે તે મેચમાં કામ કરે છે. ગઈકાલે મેચમાં અન્ય કેદી સામાન લઈને મોડો આવ્યો હોવાથી સુનિલે તેને ઠપકો આપ્યો હતો. જેથી બંને વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલા અન્ય કેદીના માથા પર ગરમ ચા ફેંકી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY