ટીપી સ્કીમ ૪૬માં ૧૨ ઓપીની કપાતની જગાનો પ્રત્યક્ષ કબજા મેળવાયો
સુરત, તા.૧૬
સુરત શહેરની ફરતે નિર્ધારીત થયેલ ૯૦.૦૦ મી.ના આઉટર રિંગરોડનાં પ્રત્યક્ષ કબજો લેવાની ઝુંબેશના ભાગરૂપ મા.કમિશરનાં દરેક ઝોનનાં ઝોનલ ચીફને પ્રત્યક્ષ કબજા લેવાનાં મળેલ આદેશ અનુસાર તા.૧૫-૫-૨૦૧૯ નોર્થઝોન કતારગામ શહેર વિકાસ વિભાગનો સ્ટાફ, સર્વેયર સ્ટાફ સહિત સ્થળ ઉપર જઈ ટી.પી. સ્કીમ નં.૪૬ ગોથાણ, ભરથાણા, કોસાડ, કોસાડ વરીયાવ પૈકી કોસાડમાં આવેલ મૂળખંડ નં.૨૨૪, ૨૩૪, ૨૩૫, ૨૩૩/એ, ૨૩૬, ૨૩૭, ૨૩૮/એ, ૨૦૬, ૨૩૯, ૨૦૫, ૨૦૩, ૨૩૯નાં રસ્તા રેખાનું ડીમાર્કેશન કરી તેની અસર હેઠળ આવતા કુલ ૧૨ અો.પી.નાં કુલ ૪૧૦૦૦ ચો.મી. પૂરેપૂરો પ્રત્યક્ષ કબજો મેળવી લેવામાં આવેલ છે. આમ કરવાથી રિંગરોડ બનાવવાની કામગીરીનો માર્ગ મોકળો થયેલ છે.
ઉપરોક્ત તમામ કામગીરી મા.કમિશનરના આદેશાનુસાર ઝોનલ ચીફ ડી.એમ. પટેલ તથા કાર્યપાલક ઈજનેર આર.વી. ગામીતનાં સીધા માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવેલ છે. સદર કામગીરી આગળ પણ જ્યાં સુધી પૂરેપૂરા રસ્તાનો કબજો ન મળે ત્યાં સુધી પ્રગતિમાં રાખવામાં આવનાર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




