બે સગા ભાઈઓએ ખેતરમાં મહિલા પર હુમલો કર્યો
સુરત, તા.૧૬
બારડોલી તાલુકાના બાલદા ગામના પારસી ફળીયામાં ખેતરમાંથી માટી કાઢવા તેમજ પાળ બાંધવા બાબતે ઝઘડો કરી બે સગા ભાઈઓએ લાકડાના ફટકા બે હુમલો કરી શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હોવાનો બનાવ બારડોલી પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બારડોલી તાલુકાના બાલ્દા ગામ ખાતે રંજનબેન પટેલ રહે છે. તેમનું એક ખેતર બારડોલી તાલુકાના મઢી ગામ ખાતે આવેલું છે. ખેતરમાંથી માટી કાઢવા તેમજ પાળ બાંધવા બાબતે ઈશ્વર રબારી તથા કિરણ રબારી સાથે થયો હતો. ત્યારબાદ આ બંને સગા ભાઈઅોએ ઉશ્કેરાઈ જઈ લાકડાના સપાટા વડે હુમલો કરી શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત રંજનબેન પટેલને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેમણે બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભાઈઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



