આખરે માતાની મમતા જાગી, હોસ્પિટલ તરછોડેલી બાળકીને સ્વીકારી

0
8

સુરત,તા.૧૬
સુરતના પાંડેસરા વિસ્તારમાં ૯મી મેના રોજ સુરતની સિવિલ હોસ્પિટલના એનઆઇસીયુ વોર્ડમાં રડતી આંખે પોતાનું બાળક બદલાઈ ગયાનો આક્ષેપ સિવિલના સત્તાધીશો પર એક માતાએ મુક્યો હતો. સિવિલમાં સારવાર માટે લાવવામાં આવેલા એક દિવસના બાળકની જગ્યાએ સિવિલના નરસિંગ સ્ટાફ દ્વારા બાળકી આપી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ ભારે હોબાળો મચ્યો હતો.
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા માતા નૈના પટેલ અને પિતા રાજેશ પટેલે ૯મી મેના રોજ સુરતની સિવિલ હોસ્પિટલના એનઆઇસીયુ વોર્ડમાં રડતી આંખે પોતાનું બાળક બદલાઈ ગયાનો આક્ષેપ સિવિલના સત્તાધીશો પર મુક્યો હતો. સિવિલમાં સારવાર માટે લાવવામાં આવેલા એક દિવસના બાળકની જગ્યાએ સિવિલના નરસિંગ સ્ટાફ દ્વારા બાળકી આપી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ ભારે હોબાળો મચ્યો હતો.
આ હોબાળા બાદ સિવિલના તબીબો દ્વારા ડીએનએ ટેસ્ટ કરવાનું નક્કી કરાયું હતું. જો કે આ વિવાદની વચ્ચે એક નવો વિવાદ સામે આવ્યો છે કે, શનિવારથી બાળક બદલાયાનો આક્ષેપ કરનાર માતાપિતા ગાયબ થઈ ગયા હતા. જો કે પાછળથી આ દંપતીને પોતાની ભુલ સમજાતા બાળકીને હોસ્પિટલમાંથી પરત લઈ ગયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY