નવાપુરાના વેપારી સામે પોલીસ ફરિયાદ
સુરત, તા.૧૭
વેપારી પાસે ડાઈડ યાર્નનો માલ તૈયાર કરાવી રૂ.૧૧.૬૦ લાખનું બિલ નહીં ચૂકવી છેતરપિંડી કરનાર નંદુરબારના નવાપુરના વેપારી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
મહિધરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લાલદરવાજા પટેલવાડી ભાવના ટેક્ષ્ટાઈલના જયેશ જીતેન્દ્ર કીકાગણેશ વાળાએ આરોપી પારસ અશોક અગ્રવાલ મહાવીર એન્ડ સન્સ, નવાપુરા નંદુરબાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા ૧૪,૪૮, ૫૯૪ની કિંમતનો ડાઈડ યાર્નનો માલ ખરીદી માત્ર રૂપિયા ૨,૮૭,૮૪૬ ચૂકવ્યા બાદ બાકીનું રૂ.૧૧,૬૦,૭૪૮નું પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. મહિધરપુરા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




