કરોડોના ખર્ચ કરતી શિક્ષણ સમિતિના ધો.૨ના વિદ્યાર્થીઓ વાંચન-લેખનમાં નબળા

0
6

ધો.૨ના નબળા વિદ્યાર્થીઓને ફરીથી ભણાવવા સરકારે ૨૫ દિવસનો વિસ્તૃત કાર્યક્રમ અમલી બનાવ્યો
સુરત, તા.૧૭
શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શિક્ષકોની સમયદાન સાથે ધો.૨માંથી ધો.૩માં પ્રવેશ કરનારા વાંચન-લેખનમાં નબળા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વાંચન-લેખનમાં નબળા વિદ્યાર્થીઓ હોવાનું વર્કઆઉટ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ સરકારમાં રજૂ થયેલા આ મૂલ્યાંકન કસોટીના પરિણામનાં આધારે સરકારે તાજેતરમાં નવો પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રને આધારે ધો.૨ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક ઉપલબ્ધિ માટે શિક્ષકોને સ્વૈચ્છીક સમયદાન આપીને વાંચન લેખનમાં ધો.૨ના નબળા વિદ્યાર્થીઓ ૨૫ દિવસ સુધી બે કલાક શૈક્ષણિક કાર્ય કરાવવાનું રહેશે.
પ્રાથમિક શિક્ષણ નિયામકના પરિપત્ર મુજબ ધો.૨ના વિદ્યાર્થીઓને વાંચન, લેખન, ગણનનાં મૂળભૂત કૌશલ્યો શીખવવા માટે નિદાન અને ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમનો અમલ કરવામાં આવ્યો હતો.
આમ છતાં હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ વાંચન, લેખન અને ગણનમાં અપેક્ષિત સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા નથી. ધો.૨ના ઉપચારાત્મક શિક્ષણનો મુખ્ય હેતુ એ સુનિત કરવાનો છે કે આગામી વર્ષે ધો.૩માં દાખલ થનાર એક પણ વિદ્યાર્થી એવો ન હોય કે જે વાચન, લેખન અને ગણનમાં અપેક્ષિત સિદ્ધિ સ્તરે ન પહોંચ્યો હોય. આમ હજુ પણ કેટલાક વિદ્યાથીઓને લીધે આપણો હેતુ પૂર્ણ રૂપે સિદ્ધ થતો નથી.
આગામી તા.૬મે થી ૧૦ જૂન સુધી ઉનાળુ વેકેશન છે. તેથી જે વિદ્યાર્થીઓએ હજુ પણ અપેક્ષિત સિદ્ધિ પ્રાપ્ત નથી કરી તેવા વિદ્યાર્થીઓ આવતા વર્ષે ધો.૩માં મુશ્કેલી ન અનુભવે એ માટે વેકેશન દરમિયાન તેઓને ૨૫ દિવસ સુધી રોજના બે કલાકનું શૈક્ષણિક કાર્ય કરાવી શકીએ. માત્ર બીજા ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્વૈચ્ચીક ધોરણે શાળાઓ ચાલુ રહે તેમ કરી શકાય. આવા ઉમદા શૈક્ષણિક હેતુ માટે શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો, સીઆરસી, બીઆરસી કો. બલોક રિસોર્સ પર્સન વગેરે સ્વૈચ્છીક રીતે સમયદાન કરે તેવી અપીલ છે.
આ પરિપત્રના આધારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ૨૫ દિવસનો શૈક્ષણિક કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. જેમાં ૧૩ જેટલી શિક્ષકો સમયદાન કરવા તૈયાર થયા છે. જાણવા મળ્યા મુજબ એક વિદ્યાર્થી પાછળ ૨૪૦૦૦ રૂપિયાનો ખર્ચ કરતી શિક્ષણ સમિતિની શાળામાં ધો.૨ના વિદ્યાર્થીઓની વાંચન-લેખનમાં નબળા હોવાની સંખ્યા ખૂબ જ મોટી છે. મળતી વિગત મુજબ લીંબાયતની શાળા નં.૧૩૫ ધો.૨ના ૭૨ વિદ્યાર્થી પૈકી ૩૩ વિદ્યાર્થીઓ વાંચન લેખનમાં નબળા હોવાનું બહાર આવ્યું છે. શાળા સમિતિએ ૮ શાળામાં ૧૩ શિક્ષકોના સમયદાન સાથે ૨૫ દિવસનો શૈક્ષણિક કાર્યક્રમ ચાલુ કરી લીધો છે. મુદ્દાની વાત એ છે કે કરોડો રૂપિયાનો ખર્ચ તમામ પ્રકારની સધ્ધરતા હોવા છતાં પણ શાળા સમિતિમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વાંચન-લેખનમાં નબળા હોય એ બાબત ખૂબ જ શરમજનક કહેવાય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY