ન્યુ ટેક્સટાઈલ્સ માર્કેટના વેપારીએ ફરિયાદ નોંધાવી હતી
સુરત, તા.૧૭
રિંગરોડ ન્યુ ટેક્સટાઈલ માર્કેટના એક ડ્રેસ મટીરિયલ્સના વેપારી પાસેથી ઉધારમાં માલ ખરીદ્યા બાદ સમયસર પેમેન્ટ નહીં ચૂકવી રૂ.૧૮.૩૫ લાખની છેતરપિંડી કરવાના એક કેસમાં કાપડ દલાલના આગોતરા જામીન અદાલતે મંજુર કર્યા હતા. આરોપી તરફે એડવોકેટ યોગેશ પટેલે દલીલો કરી હતી.
આ કેસની વિગતો એવી છે કે, અઠવાલાઈન્સ નર્મદ નગર સોસાયટીમાં શ્રી કિશન ગાંધી રહે છે. તેમની એક ડ્રેસ મટીરિયલ્સની દુકાન રિંગરોડ ન્યુ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં વી ટેક્સ સિલ્ક મિલ્સના નામથી આવેલી છે. ગત તા.૧૬મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ કાપડ દલાલને કહેવાથી શ્રી કિશન ગાંધીએ ૧૮.૩૫ લાખનું ડ્રેસ મટીરિયલ્સ ઉધારમાં મુંબઈના જેઠમલ જૈનને આપ્યું હતું. ૩૫ દિવસના નિયત સમયમાં જેઠમલ જૈને પેમેન્ટ નહીં ચૂકવી દુકાન તથા મોબાઈલ ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો. સલાબતપુરા પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબનો ગુનો નોંધાયું હતો. પોલીસ પોતાની ધરપકડ કરશે એવી દહેશત સાથે એડવોકેટ યોગેશ પટેલ દ્વારા એક આગોતરા જામીન અરજી કોર્ટ સમક્ષ કરી હતી. જેની સુનાવણી પુરી થયા બાદ કાપડ દલાલના આગોતરા જામીન મંજૂર કરી ૨૫ હજાર બોન્ડ પર છોડવાનો હુકમ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




