સુરત, તા.૧૭
પલસાણા-જાળવા ખાતે પાર્ક કરેલા એક ટેમ્પામાંથી રૂ. સવાલાખના માલ સામાનની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પલસાણા જાળવા ગામ પાસે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં તારાચંદ ધનારામ ચૌધરીની એક ટ્રક પાર્ક કરવામાં આવી હતી. આ ટ્રકમાં હાંસોટથી ટેમ્પામાં માલ ભરીને લાવવામાં આવ્યો હતો. અજાણ્યા ઈસમે આ ટેમ્પામાંથી ૨ નંગ રેડીયો, ૧ નંગ એમટી, પાવર કેબલ નંગ ૧, લોગીન કેબલ નંગ ૧ મળી કુલ સવા લાખ રૂપિયાના માલ સામાનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ટેમ્પા માલિકે પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



