ત્રણ લોકોએ કરેલા હુમલામાં ઇજાગ્રસ્ત યુવકની હાલત ગંભીર
સુરત, તા. ૧૮
સચીન જીઆઈડીસી વિસ્તારમાં મોટર સાઈકલ અથડાવવા બાબતની અદાવતમાં ત્રણ જણાંએ એક યુવક ઉપર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. પોલીસે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સચીન જીઆઈડીસી પોલીસી સૂત્રોના જણાવ્યા મુજબ સચીન જીઆઈડીસી પટેલ નગર શર્માની ચાળમાં રહેતો રોહિત રાજેન્દ્ર પ્રસાદ શુકલા અને આરોપી શંકર ગૌડાની ગાડી વચ્ચે પંદરેક દિવસ પહેલાં અકસ્માત થયો હતો. આ બાબતની અદાવત રાખી આરોપી શંકર ગૌડા અને અન્ય બે જણાંએ મળીને ફરિયાદીને આંતરી લાકડાની ફટકાથી હુમલો કરી ઈજા પહોંચાડી સચીન જીઆઈડીસી પોલીસે ઈ.પી.કો. કલમ ૩૦૭, ૩૨૫, ૫૦૪, ૧૧૪ જી.પી. એકટ ૧૩૫/૧) મુજબનો નાતો દાખલ કર્યો હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



