પોતાના જ નબળા વિદ્યાર્થીઓને ભણાવવા શિક્ષકો પાસે સમય નથી

0
42

શાળા સમિતિના ૩૫૦૦ શિક્ષકોમાંથી માત્ર ૧૩ શિક્ષિકો સમયદાન કરવા તૈયાર થયા
સુરત, તા. ૧૮
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૩૮૦૦ શિક્ષકો પાસે પોતાના નબળા વિદ્યાર્થીઅોને વાંચન-લેખનનો પાયો મજબૂત કરવા માટે સમય નથી. સરકારના સમયદાન માટેની અપીલ સામે શિક્ષણ સમિતિના માત્ર ૧૩ શિક્ષકોએ સમયદાન માટે હામી ભરી સરાહનીય કામ કર્યો છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળામાં ધો. ૨માં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ લેખન વાંચનમાં નબળા હોય શિક્ષણ નિયામકે આવા નબળા વિદ્યાર્થીઓને વાંચના-લખતા કરવા માટે શિક્ષકોને ૨૫ દિવસ માટે એક કલાકનું સમયદાન કરવા અપીલ કરી હતી. સમયદાન ફરજિયાત નથી. પરંતુ નબળા વિદ્યાર્થીઓને ભણાવવામાં રસ ન હોય, તેમ માત્ર ૧૩ શિક્ષકો એ જ સમયદાન માટે સમય ફાળવીને ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા બાળકો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. ક્વોલિફાઈડ શિક્ષકો હોવા છતાં પણ બાળકો અભ્યાસમાં નબળા રહે છે. આવા નબળા વિદ્યાર્થી માટે સરકારે વેકેશનમાં સમયદાન શૈક્ષણિક કાર્યક્રમ ઘડી કાઢયો છે. નગર પ્રાથકિ શિક્ષણ સમિતિમાં ૩૮૦૦થી વધુ શિક્ષકો ફરજ બજાવે છે. જેમાંથી માત્ર ૧૩ શિક્ષકોએ જ સમયદાન માટે હામી ભરી છે અને આ શિક્ષકો ધો. ૨માંથી ધો. ૩માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઅોને લેખન-વાંચન કરાવી રહ્નાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY