પાંચ પૈકીના એક પણ દુકાનદારે ફરિયાદ નોંધાવી નહીં
સુરત, તા.૧૮
ગતરાત્રિ દરમિયાન ઉધના બસ ડેપો સામે આવેલ એસએમસી કોમ્પ્લેક્ષમાં આવેલી પાંચ દુકાનોના તાળા તોડીને કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી નાસી ગયા હતા. આ બનાવ અંગે આજે સવારે દુકાન ખોલતી વખતે જાણ થઈ હતી.
ઉધના પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત રાત્રિ દરમ્યાન ઉધના બસ ડેપો સામે આવેલ એસએમસી કોમ્પ્લેક્ષના એક સાથે પાંચ દુકાનોના તાળા તૂટ્યા હતા. સવારે દુકાનદાર દુકાન ખોલવા માટે આવ્યા ત્યારે દુકાનમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. એક સાથે પાંચ દુકાનના શટર વચ્ચેથી ઉંચા કરીને અંદર ચોરી કરવામાં આવી હતી. શ્રી સાંઈ અનુમા આયુર્વેદીક જડીબુટ્ટી ભંડાર, બાબા રામદેવ પાવર ટુલ્સ, શાહ પાઈલ્સ ક્લીનિક, ભીક્ષુ હોમ એપ્લાયન્સીસ, ઝેરોક્ષ દુકાન સહિત દુકાનોમાં આશરે ૨૫ હજાર સુધીની ચોરી થઈ હતી. બનાવની જાણ થતા જ ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જે જે દુકાનોના શટર ઉંચા કરી અંદરથી માલ સામાન અને રોકડા રૂપિયાની ચોરી થઈ છે. તે દુકાનના માલિકોના નિવેદનો લીધા છે. પીએસઆઈ ચૌધરીના જણાવ્યા અનુસાર દુકાનદારોને ઘણાં સમજાવવામાં આવ્યા છતાં પણ એક પણ દુકાનદાર ફરિયાદ નોંધાવા તૈયાર નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



