જમીનના પૈસા અંગે પુત્ર વધૂને મારી નાખવા સસરાની ધમકી

0
9

વહુએ સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
સુરત, તા. ૧૮
માંગરોળ તાલુકાના નીગામા ગામ ખાતે નજીવી બાબતમાં ઝઘડો થતા ત્રણેય ભાઈએ મહિલાના પતિને મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હોવાનો બનાવ માંગરોળ પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંગરોળ તાલુકાના નૌગામા ગામ ખાતે ટીનુબેન ગોવિંદભાઈ પટેલ રહે છે. ગતરોજ પોણા પાંચ વાગ્યાના સુમારે ઝીણા નારાયણ પટેલ માધુભાઈ નારાયણ પટેલ તથા ગીરીશ માધુભાઈ પટેલ વગેરેઓ એ ટીનુબેનના પતિ ગોવિંદભાઈ પટેલને જમીનના નાણા આપવા છે કે નહીં તે બાબતે ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આરોપીઓ પૈકી ઝીણાભાઈ ટીનુબેનના સસરા થાય છે માંગરોળ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY