ફેસબુક પર બુલેટ વેચવા પોસ્ટ મૂકી છેતરપિંડી
સુરત, તા.૨૧
સોશિયલ મીડિયા ઉપર બુલેટ વેચવા માટે મૂકી નવાગામના યુવક પાસેથી રૂ.૫૭૪૪૦ પડાવી બુલેટ નહીં આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરનાર સામે ડીંડોલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી.
ડીંડોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવાગામ ડીંડોલી અશ્વિનપાર્ક સોસાયટીમાં રહેતો શ્યામ મોહન સત્યનારાયણ આહિરે આરોપી વિકાસ પટેલ નામના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફેસબુક માર્કેટ પેલેસ બ્લોક ઉપર બુલેટ વેચાણ માટે મુક્યું હતું. ફરિયાદીએ બુલેટ વેચાણથી લેવા માટે અલગ અલગ તારીખે આરોપીના કહેવા મુજબ આરોપીના બેંક ખાતામાં રૂ.૫૭૪૩૦ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ બુલેટ નહીં આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. ડીંડોલી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




