સુરત, તા.૧૮
સિંગણપોર કોઝવે શારદાયતન સ્કૂલ પાસે જાહેરમાં નજીવી બાબતમાં ઝઘડો કરી જાતિ વિષયક શબ્દો બોલી અપમાન કરનારા ત્રણ આરોપીઓએ એડવોકેટ યોગેશ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલી જામીન અરજીની સુનાવણી પૂરી થતા અદાલતે તમામને રૂ.૨૫-૨૫ હજારના બોન્ડ પર છોડવાનો હુકમ કર્યો હતો.
આ કેસની વિગતો એવી છે કે, સૈયદપુરા કુંભારવાડા વિસ્તારમાં મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વતની રહે છે. ગત તા.૨૭મી ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ સવા દસથી સાડા દસ વાગ્યાના સુમારે નજીવી બાબતમાં કોઝવે રોડ શારદાયતન સ્કૂલ પાસેથી તેઓ અને તેમના મિત્રો પસાર થતા હતા. ત્યારે જમવા બાબતે રાજ જિતેન્દ્ર પટેલ, જીતેન્દ્ર મહેન્દ્ર પટેલ, મનહર મોહનભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ત્રણેય આરોપીઓએ જાતિ વિષય શબ્દો બોલી અપમાન કરી માર મારી ફરાર થઈ ગયા હતા. ચોક પોલીસે એટ્રોસિટી તથા આઈપીસી ૩૨૫ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં ત્રણેય આરોપીઓએ એડવોકેટ યોગેશ પટેલ દ્વારા રજૂ કરેલી જામીન અરજી અદાલતે મંજૂર કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




