દમણના કોકીલા બારમાંથી દારૂ સુરત લવાયો હતો
સુરત, તા.૧૮
ટીમ્બર ગામ પાસેથી સચીન પોલીસે દારૂ ભરેલી કાર જપ્ત કરી હતી. દારૂ સાથે કુલ રૂ.૧.૬૯ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. એકની ધરપકડ કરવામાં આવી જ્યારે દમણના કોકીલા બારના મહેશ છોટુ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
સચીન પોલીસે બાતમીના આધારે ટીમ્બર ગામથી મોહિણી ગામ તરફ જવાના રસ્તે વોચ ગોઠવી કાર નં.જીજે-૫-સીબી-૬૯૧૩ને આંતરી ઝડતી લેતા કારમાંથી રૂ.૬૯,૩૬૦ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી અશોક ચંબપક ઉર્ફે ડોકુ રાણાની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો આપનાર દમણના કોકીલા બારના મહેશ છોટુભાઈ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે દારૂનો જથ્થો મોબાઈલ ફોન, કાર મળી કુલ રૂ.૧,૬૯,૮૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



