સરથાણા પીઆઈ સહિત ચાર પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ધરપકડ વોરંટ

0
5

લક્ઝરી બસના ચેસીસ નંબર બદલવાના ભ્રષ્ટાચાર કેસમાં પોલીસ કર્મીઓની ધરપકડનો માર્ગ મોકળો
સુરત, તા.૧૮
સરથાણા પીઆઈ સહિત ચાર આરોપીઓ સામે અદાલતે સીઆરપીસી ૭૦ મુજબનું ધરપકડ કરવાનું વોરંટ ઈસ્યુ કરવાનો હુકમ કર્યો હોવાનું એસીબીના ડીવાયએસપી એન.પી. ગોહિલે જણાવ્યું હતું. જોકે, આ ચારેય આરોપીઓએ લક્ઝરી બસના ટેક્સ ચોરી કૌભાંડમાં મસ મોટી લાંચની રકમ વસૂલ કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત મહિનાઓ સરથાણા વિસ્તારમાં લકઝરી બસના સંચાલકોએ ટેક્સ ચોરી કરી હોવાનો મામલો બહાર આવ્યો હતો. આ ગુનામાં પોલીસ મથકમાં ફરિયાદ નોધાવવામાં આવતા સરથાણા પોલીસ મથકના તે વખતના પીઆઈ એન.ડી. ચૌધરી, પીએસઆઈ ગોહિલ અને બે પોલીસ કોન્સ્ટેબલોએ લક્ઝરી બસના માલિકો પાસેથી લાખો રૂપિયાની રકમ લાંચ પેટે વસૂલી હતી. સરથાણા પોલીસ મથકમાં પીઆઈ ચૌધરી સહિત ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઘણાં લાંબા સમયથી તેઓ પોલીસથી ભાગતા ફરતા હોય ડીવાયએસપી એન.પી. ગોહિલે સીઆરપીસી ૭૦ મુજબની ધરપકડ કરવા માટેની અરજી કોર્ટ સમક્ષ કરી હતી. જે અરજી મંજૂર કરી ચારેય આરોપીઓ સામે ૭૦ મુજબનું વોરંટ ઈસ્યૂ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY