નેક્સ્ટ જનરેશન આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ માટે અમેરિકાનું સૈન્ય બે અબજ ડાલરનું રોકાણ કરશે

0
17

વાશિંગ્ટન,તા.૯
નેક્સ્ટ જનરેશન આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ અને માનવ જેવું કમ્યુનિકેશન કૌશલ વિકસાવવા માટે અમેરિકાનું સૈન્ય બે અબજ ડાલરનું રોકાણ કરશે.
પેન્ટાગોનની રિસર્ચ વિંગે આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ડિફેન્સ ઍડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ્‌સ એજન્સી (ડારપા) આ નાણાંનો ઉપયોગ આવતા પાંચ વર્ષ માટે હાલ ચાલી રહેલી ૨૦ જેટલી યોજનાઓ માટે કરશે તથા આવતા ૧૨ મહિનામાં ઉચ્ચ કક્ષાના મશીન વિશે શીખવા માટેની નવી યોજનાઓ શરૂ કરશે. સંસ્થાના ડિરેક્ટર Âસ્ટવન વોકરે પત્રકારોને જણાવ્યું હતું કે અમે કમ્પ્યુટર્સને ખાસ મશીનમાંથી સમસ્યાનો ઉકેલ કરી શકે એવા ખાસ સાથી મશીન બનાવવા માટે અનેક રિસર્ચ રોકાણ કરી રહ્યા છીએ.
નવા જનરેશનના મશીનોને એમણે એઆઇ નેક્ષ્ટ તરીકે સંબોધ્યા હતા. અમે એવું સંશોધન કરી રહ્યા છીએ કે જેથી મશીનો માનવની જેમ સંદેશવ્યવહાર અને સમસ્યાનો ઉકેલ શોધવાની ક્ષમતા કેળવી શકે તથા નવા વાતાવરણમાં એકરૂપ થઇને એ પ્રમાણે વર્તી શકે.
જ્યારે નવી ટેક્નોલોજી આવે છે ત્યારે આજના જમાનાનાં સ્માર્ટ મશીનો અને રોબોટ્‌સને સરળતાથી અપડેટ નથી કરી શકાતા અને નિષ્ણાતો એમને પોતાની જાતે અપડેટ થઇ શકે એવા બનાવવા માગે છે.
નવા સ્માર્ટ મશીનોને સુરક્ષા ક્લિયરન્સ ઝડપથી થાય અથવા તો સોફ્ટવેર પ્રણાલીની એક્રેડિટેશન ઝડપથી થાય એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY