ફાયર બ્રિગેડï ભારે જહેમત કરી આગ પર કાબુ મેળવ્યો
સુરત, તા.૧૮
આજે સવારે ઉધના ઉદ્યોગનગર રોડ નં.૨ પર આવેલ શુભમ પ્લાસ્ટિક કારખાનામાં આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે સાડા આઠ વાગ્યાના સુમારે ઉધના ઉદ્યોગનગર રોડ નં.૨ પર આવેલ શુભમ પ્લાસ્ટિક કારખાનામાં આગનો મેસેજ મળતાં જ ફાયર ઑફિસર મોઢ તાત્કાલિત સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. કારખાનામાંથી ધુમાડો વધારે દેખાતા તાત્કાલિત અન્ય ફાયર સટેશનથી પણ વાહનોની મદદ મેળવવામાં આવી હતી. આગથી રીટ્રોફેબ મશીન, ગ્રાઈન્ડર મશીન, કાચો પ્લાસ્ટિકનો માલ અને તૈયાર માલને આગથી નુકસાન થયું છે. આગથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ફાયર સ્ટાફે ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી. આગથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. પરંતુ માલ સામાનને ભારે નુકસાન થયું હતું. આગનું કારણ જાણી શકાયું નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



