હિમોફીલીયા સેન્ટરમાં સોમવારથી શુક્રવાર સુધી દર્દીઓની તપાસ કરી પ્રમાણપત્ર આપવામાં આવશે
સુરત, તા.૨૦
નવી સિવિલ હોસ્પિટલનાં સત્તાધીશોએ જણાવ્યા મુજબ વિવિધ સરકારી યોજના અંતર્ગત ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરી માટે પ્રમાણપત્ર આપવા માટે આજથી સિવિલના હિમોફીલીયા સેન્ટરમાં અલાયદી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
સોમવારથી શુક્રવાર સુધી સવારે ૯ થી ૧૨ કલાક સુધી હિમોફીલીયા સેન્ટરમાં સૌપ્રથમ લાભાર્થીઓએ કેસ કઢાવી ડોક્ટરની તપાસ માટે તારીખ મેળવવાની રહેશે. કેસ કાઢવાની પ્રક્રિયા વખતે દર્દીએ હાજર રહેવું જરૂરી નથી. દર્દીના સંબંધીઅો કેસ પેપર કઢાવી ડોકટરની તારીખ મેળવી શકશે અને ફાળવેલી તારીખે દર્દીએ હાજર રહી તબીબ પાસે તપાસ કરાવવાની રહે છે.
ઘૂંટણની સર્જરી માટે દર્દીએ તબીબ પાસે ચકાસણી કરાવતી વખતે જરૂરી દસ્તાવેજા જેમાં આધારકાર્ડ, પાનકાર્ડ, વોટિંગ કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ પૈકીના અસલ તથા ઝેરોક્ષ દસ્તાવેજા લાવવાના રહેશે. ઉપરાંત માં વાત્સ્લ્ય કાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ અને તાજેતરના પાસપોર્ટ સાઈઝના ફોટા તેમજ હાલમાં સારવાર ચાલતી હોય તેવા તબીબ અથવા હોસ્પિટલની ફાઈલ પણ લાવવી પડશે.
નવી સિવિલ હોસ્પિટલમાં ઘૂંટણની સર્જરીના પ્રમાણપત્ર માટે અલાયદી વ્યવસ્થા આજથી શરૂ કરી દેવામાં આવતા સેંકડો દર્દીઓને આ વ્યવસ્થાની રાહત સાંપડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




