વીમો પૂરો થયો હશે અને દુર્ઘટના સર્જાશે તો પીડિત વ્યક્તિ ગાડી વેચી દંડ વસૂલશે

0
38

ન્યુ દિલ્હી,તા.૧૩
સુપ્રીમકોર્ટે ગુરૂવારે આદેશ કર્યો છે કે જા વીમો પુરો થઈ ગયો હોય અને દુર્ઘટના થશે તો પીડિત વ્યકિતને ગાડી વેંચી દંડ વસુલાશે. કોર્ટે તમામ રાજ્યોને મોટર વાહન અધિનિયમ સંશોધન કરવાનો આદેશ આપ્યો છે. આ વ્યવસ્થાને ફરજીયાત કરી શકાય. આ પહેલા સુપ્રીમકોર્ટે ઓટો કંપનીઓને આદેશ કર્યો હતો કે થર્ડ પાર્ટી વીમામાં ચાર પૈડાવાળા વાહન તેમજ બે પૈડાવાળા વાહનને ફરજીયાત વેંચી શકશે નહી.
આ વ્યવસ્થા ૧ સપ્ટેમ્બર ૨૦૧૮થી લાગુ કરવામાં આવી છે. નવી ગાડી ખરીદતી વખતે ૨ વર્ષનો થર્ડ પાર્ટી વીમો લેવો પડશે. ટૂ-વ્હીલર માટે ૫ વર્ષનો થર્ડ પાર્ટી વીમો લેવો ફરજીયાત છે. સુપ્રીમકોર્ટે આ નિર્ણય વધતી દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખી કર્યો છે. એવું થતુ કે ગાડી ખરીદતી વખતે વીમો ખરીદી લે પણ પછી તેને રિન્યૂઅલ કરતા નથી. આથી આ નિર્ણય લેવાયો છે.
કોર્ટમાં સુનાવણી દરમિયાન વીમા કંપનીઓએ આ પ્રસ્તાવ પર વિરોધ કર્યો હતો, સુપ્રીમકોર્ટે વીમા કંપનીઓને ફટકારી જણાવ્યુ કે માર્ગ અકસ્માતમાં લોકો મરી રહ્યા છે. એક લાખથી વધુ લોકો મોતને ભેટે છે. દર ત્રણ મીનીટે એક અકસ્માત થાય છે. લોકો મરી રહ્યા છે અને તમે કહો છો કે તેમને મરવા દો. કોર્ટે ટિપ્પણી કરી કહ્યું કે તમે તેમને જૂઓ, જે માર્ગ અકસ્માતમાં મરે છે. ભારતની જનતા મરી રહી છે તમે તેમને વધુ સુરક્ષીત કરી શકો છો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY