સુમન હાઈસ્કૂલમાં પ્રવેશ માટે કલેક્ટરને આવેદનપત્ર પત્ર પાઠવાયું
સુરત, તા. ૨૦
સુરત મહાનગરપાલિકાની પ્રાથમિક શાળામાંથી ધો. ૮ પાસ કરી સુમન હાઈસ્કૂલમાં ધો. ૯માં પ્રવેશ આપવાની એક માંગ સાથે ભીલીસ્થાન ટાઈગર સેનાએ કલેક્ટરને એક આવેદનપત્ર સુપરત કર્યુ હતું.
ભીલીસ્થાન ટાઈગર સેના દ્વારા કલેક્ટરને સુપરત કરવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે, અનુસૂચિત જનજાતિના વ્યકિતઓએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને ધોરણ ૮ સુધી ભણાવેલ છે અને આગળ અભ્યાસ કરાવવાની ઈચ્છા રાખીએ છીએ. આ સંદર્ભમાં વાલીઅો બાળકોને સુમન હાઈસ્કૂલ જે સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત છે તેમાં એડમિશન લેવા ફોર્મ પણ ભરેલા છે. આ સુમન હાઈસ્કૂલ અમારા રહેઠાણ વિસ્તાર પુણાગામમાં જ આવેલી છે. આ અગાઉ અમારા બાળકોએ ધોરણ-૮ સુધીનો અભ્યાસ પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની શાળા ક્રમાંક નં. ૩૦૦માં કરેલો છે.
અમારા બાળકોએ સમય પર ધોરણ-૯ માટે સુમન હાઈસ્કૂલ નં. ૧૮માં પ્રવેશ ફોર્મ ભરી દીધેલ છે અને અમારા બાળકોની અભ્યાસનું પરિણામ પત્ર પણ સારૂ છે. તે છતાં તેમના નામો શાળાની પ્રવેશ યાદીમાં આવેલ નથી જો આવી રીતે અમારા બાળકોને ધોરણ-૯માં પ્રવેશ નહીં મળે તો અમારા બાળકોનું ભવિષ્ય અંધકારમય થાય તેમ છે.
સુમન હાઈસ્કૂલના આચાર્યના કહેવા પ્રમાણે ફોર્મ નહીં ભરાયા હોવાનું જુઠ્ઠુ બોલવામાં આવે છે ફરી તપાસ કરતા આચાર્ય મેરીટને આગળ ધરે છે. આ હાઈસ્કૂલના આચાર્ય બહાના કાઢી બાળકોને વંચિત રાખી રહેલ છે. આ એક પ્રકારથી બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્ના છે.
વધુમાં જણાવવાનું કે, ભારતના બંધારણ મુજબ દરેકને શિક્ષણનો અધિકાર છે જે સરકારશ્રીની ગેરંટીનો વિષય છે અને ખાસ કરીને અનુસૂચિત જનજાતિ ભારતના બંધારણમાં સંરક્ષિત જાતિનો દરજ્જા ધરાવીએ છીએ. અનુસૂચિત જનજાતિને વિવિધ પ્રકારના કાયદાઓથી રક્ષણ મળે છે. આદિજાતિના બાળકોને ઈરાદાપૂર્વક શિક્ષણથી વંચિત રાખવો પણ ગુનો બને છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




