ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજની વાડીનું ડીમોલિશન રોકવા કલેક્ટરને રજૂઆત

0
11

વરાછા વિવેકાનંદ સોસાયટીમાં સમાજના અગ્રણીઓએ બેઠક યોજી
સુરત, તા.૨૦
વરાછાના કરંજ વિસ્તારમાં ખાડી ડેવલોપમેન્ટ માટે રસ્તાના માર્જીનમાં આવતા વિવેકાનંદ સોસાયટીના મકાનો તેમજ ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજની વાડીનું ડીમોલિશન અટકાવવા માટે આજે પૂ. નરેન્દ્ર બાપુની આગેવાનીમાં બેઠક યોજી જિલ્લા કલેક્ટર અને મનપા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી.
મહાનગરપાલિકા દ્વારા વરાછા ખાડીનું ડેવલોપમેન્ટ ચાલી રહ્નાં છે. ખાડી કિનારે ૨૪ મીટરનો રસ્તો ખોલવા માટે વિવેકાનંદ રસ્તો ખોલવા માટે વિવેકાનંદ સોસાયટીની ૩૯ રેસીડેન્ટ મિલકતો અને ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજની વાડીનું ડીમોલિશન વરાછા ઝોન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. રેસીડેન્ટ મિલકતવાળા અસરગ્રસ્તો હાઈકોર્ટમા઼ જઈ ડીમોલિશન અટકાવ્યું છે. જ્યારે ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજની વાડીને બચાવવા માટે આજે સવારે પૂ. નરેન્દ્ર બાપુની આગેવાનીમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. વાડીનું ડીમોલિશન અટકાવવા માટે મળેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તેમના માધ્યમથીરાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવશે તે ઉપરાંત મહાનગરપાલિકા કમિશનરે પણ આવેદનપત્ર આપી ડીમોલિશન અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY