પ્રસુતાએ એકસાથે ત્રણ બાળકને જન્મ આપતા પરિવારમાં ખુશીનો માહોલ

0
11

સુરત,તા.૨૦
બીલીમોરા નજીકના ગોયંદી ગામની પરીણિતાને ત્રણ સંતાનો અવતરતા પરિવારમાં ખુબજ આનંદ છવાયો હતો. હજારો કિસ્સામાં જવલ્લે જ જોવા મળતી આવી ઘટના બીલીમોરાની હોસ્પિટલમાં ઘટી હતી. માતા અને એક પુત્રી સહિત ત્રણ સંતાનો એકદમ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.
બીલીમોરા નજીકના નાની દેવસર ગામે રહેતી ગૌરી પટેલ (ઉ.વ. ૨૪)ના લગ્ન પિયુષ ચંદુભાઈ પટેલ (ઉ.વ. ૩૩, રહે. ગોયંદી, ઉપલા ફળિયા, તા.ગણદેવી) સાથે દોઢ વર્ષ અગાઉ થયાં હતાં. પિયુષભાઈ સચીનમાં ટેક્સટાઇલની કંપનીમાં કામકાજ કરે છે. લગ્ન બાદ ગૌરીબેનને સારા દિવસો (ગર્ભ)રહેતા પરિવારમાં આનંદ વ્યાપ્યો હતો. જેના પરિણામ સ્વરૂપ ૧૭મીએ ગૌરીબેનના ઘરે પારણું બંધાયું હતું. તેમને બીલીમોરાની અત્રિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પિયુષભાઈના પરિવારમાં આનંદના સમાચાર સાથે ખુશી છવાઈ હતી. ગૌરીબેને એકસાથે ત્રણ સંતાનોને જન્મ આપ્યો હતો. જેમાં એક પુત્રી અને બે પુત્ર રત્ન અવતર્યા હતા.
હાલ માતા સહિત ત્રણે સંતાનો સ્વસ્થ હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. સંતાનોમાં એક બાળકીનું વજન ૧૩૬૦ ગ્રામ, એક પુત્રનું ૧૪૮૦ અને બીજા પુત્રનું ૧૪૪૦ ગ્રામ વજન સાથે ત્રણે જણાં ખિલખિલાટ કરી રહ્યા છે. હજારો કિસ્સામાં જવલ્લે જ જાવા મળતા આવા કિસ્સાથી પરિવારમાં અચંબા સાથે આનંદ છવાયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY