ટ્રમ્પની ઈરાનને ધમકી, યુદ્ધ લડશો તો બરબાદ થઈ જશે આખો દેશ

0
7

વાશિંગ્ટન,તા.૨૦
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપતા કહ્યું છે કે જો ઇરાને અમેરિકાના હિતો પર હુમલો કર્યો તો તેને બરબાદ કરી દેવામાં આવશે. અમેરિકા અને ઇરાન વચ્ચેનો તણાવ હાલ ચરમસીમાએ છે એ સંજાગોમાં ટ્રમ્પના આ નિવેદનના કારણે પરિસ્થિતિ ઓર વણસવાનો અંદેશો છે.
ટ્રમ્પે ટ્‌વીટ કરીને કહ્યું કે જો ઇરાન યુદ્ધ કરવા ઇચ્છે છે તો તેનો અધિકૃત રીતે અંત થઇ જશે. હવે પછી અમેરિકાને ધમકી આપવાની હિંમત ન કરશો. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ એટલો વધી ગયો છે કે અમેરિકાએ પોતાનો નૌકા કાફલો અને બોમ્બર વિમાનો ગલ્ફમાં તૈનાત કરી દીધાં છે.
ઇરાનના વિદેશ મંત્રીએ અગાઉ કહ્યું હતું કે તેઓ યુદ્ધ ઇચ્છતા નથી. અમેરિકાએ એવી ચેતવણી પણ આપી છે કે ફારસની ખાડી પર થઇને પસાર થતા કમર્શિયલ વિમાનો પર ખતરો હોઇ શકે છે. અગાઉ ઇરાને પણ કહ્યું હતું કે તે ખાડી દેશોમાં અમેરિકાના જહાજાને આસાનીથી નિશાન બનાવી શકે છે. ઉલ્લેખનીય છે કે ઇરાન અગાઉ ધમકી આપી ચુકવ્યું છે કે તે પેટ્રોલિયમના જહાજાની અવરજવર માટે મહત્વપૂર્ણ એવી હોરમુઝની ખાડીનો જળમાર્ગ બંધ કરી શકે છે.
ઓબામાંના રાજમા ઈરાન સાથે (૫+૧) દેશો, જર્મની અને યુરોપીયન સંધની ન્યુÂક્લયર ડીલ પર સમાધામન થઈ ચુકવ્યું છે. પરંતુ ટ્રમ્પ સરકાર આ ડીલ પરથી હટી ગઈ. ત્યારબાદ અમેરિકા દ્વારા ઈરાન પર કેટલાય પ્રતિબંધ લાદવામાં આવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY