વડોદરા,તા.૨૦
વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પીવાનું માટીવાળું અને ગંદુ પાણી આવતું હોવાથી વડોદરા કોર્પોરેશનના ભ્રષ્ટ તંત્રની પોલ ખુલ્લી પડી ગઇ છે. કોર્પોરેશનના અધિકારીઓ કોન્ટ્રાક્ટર અને શાસકોની બેદરકારી પણ બહાર આવી છે આવા લોકો માટે શું કરવું જાઈએ અને કયા પગલાં લેવા જોઈએ તે માટે લોકોના અભિપ્રાય મેળવવા વડોદરા શહેર કોંગ્રેસ ટોલ ફ્રી નંબર ૯૬૨૪૨૬૫૨૬૫ શરૂ કર્યો છે.
જીવલેણ રોગ ફેલાવે તેવું પાણી આપવા બદલ જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવા ૩૦૦ કરોડના ખર્ચે છતાં ગંદુ પાણી મળ્યું તે બદલ કોર્પોરેશન પાસે હિસાબ માગવા પાણી વેરો માફ કરવા ગંદા પાણી બદલ બીમાર પડતા તેની સારવારનો ખર્ચ લેવા સહિતના મુદ્દા પર સમર્થ હોય તો સમર્થન આપવા ટોલ ફ્રી નંબર પર મિસ્ડ કોલ કરવા શહેર કોંગ્રેસે આ લોકોને અનુરોધ કર્યો છે. આ અગાઉ પણ કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજીને ચોખ્ખું પાણી આપવા અને જવાબદારો સામે પગલાં લેવાની માગણી કરી કોર્પોરેશનના સત્તાધીશોએ આવેદનપત્ર આપ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





