સુરત, તા. ૨૧
ઉધના ઉદ્યોગનગર રોડ નં. ૫ પર આવેલી બીસ્માર મિલકતમાં આજે ઉધના ઝોન દ્વારા ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ચાંપતા પોલીસ બંદોબસ્ત અને પાલિકાના સિક્યુરિટી સ્ટાફની મદદથી ગ્રાઉન્ડ ફલોર સાથે બે માળની મિલકત તોડી પાડવામાં આવી હતી.
ઉધના ઝોનના કાર્યપાલક ઈજનેર જરીવાલાના જણાવ્યા અનુસાર ઉધના ઉદ્યોગનગર રોડ નં. ૫ અને ૬ની વચ્ચે મેઈનરોડ પર આવેલી બિસ્માર મિલકતને ઉતારી પાડવા માટે પાલિકા દ્વારા વખતો વખત નોટિસ આપવામાં આવી હતી. ગ્રાઉન્ડ ફલોર પર આવેલી દુકાનો બીસ્માર મિલકતના લીધે ખાલી થઈ ગઈ હતી. પરંતુ બીજા માળે એક પરિવાર સવાટ કરતુ હતું તે પરિવાર ખાલી કરતો હોવાથી મિલકતદાર દ્વારા ઝોનમાં જાણ કરી ડીમોલિશન માટેની માગ કરી હતી. અત્યંત બિસ્માર અને ર્જ્જીરત આ મિલકત રહેવા માટે જાખમી હોવાથી આજે ઉધના ઝોન દ્વારા મિલકતદારના ખર્ચે ચાંપતા પોલીસ બંદોબસ્ત અને સિક્યુરિટી સ્ટાફની મદદથી ડીમોલિશન હાથ ધરાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



