બજાજ ફાઈનાન્સમાં બોગસ બિલો મૂકી ૨૩ જણાંના નામે લોન કૌભાંડ

0
26

ચીજ-વસ્તુઓની ખરીદી દર્શાવી રૂ. ૧૧ લાખની લોન મંજૂર કરાવી
સુરત, તા. ૨૧
બજાજ ફાયનાન્સમાંથી પર્સનલ લોન અપાવવાને બહાને ૨૩ વ્યકિતઓના લોન કાગળો ઉપર ઉપર સહી કરાવી પર્સનલ લોનના નામે વિજય સેલ્સમેનમાંથી બોગસ બિલો બનાવી અલગ–લગ પ્રોડક્ટ ખરીદી ૨૩ વ્યકિત અને બજાજ ફાયનાન્સ સાથે રૂપિયા ૧૧.૦૯ લાખની ઠગાઈ થઈ હતી. આ છેતરપિંડી અંગે બજાજ ફાયનાન્સ વતી મયુર નરેશભાઈ જરીવાલાએ રાંદેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
રાંદેર પોલીસ સૂતોના જણાવ્યા મુજબ ઉધના-બમરોલી રોડ સાંઈ સમર્પણ સોસાયટીમાં રહેલા મયુર નરેશભાઈ જરીવાળાએ આરોપી ભાવુક વિજયકુમાર નારંગ, ભાવેશ હેમરાજ રાઠોડ, સનીકુમાર શર્મા સહિતના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ કાવત્રુ રચી ૨૩ જણાંને બજાજ ફાયનાન્સ કંપનીમાંથી પર્સનલ લોન અપાવવાના નામે બોગસ ડોક્યુમેન્ટ બનાવી વિજય સેલ્સના બોગસ બિલો બનાવી બજાજ ફાયનાન્સમાં રજૂ કરી અલગ અલગ પ્રોડક્ટ ખરીદી ઓનલાઈન રૂપિયા ૧૭,૧૨,૨૭૯ની લોન મંજૂર કરાવી ડાઉન પેમેન્ટ રૂપિયા ૩,૯૦,૦૧૮ ભરાવી બાકીના રૂપિયા ૧૧,૦૯,૨૬૨ની લોન ભરપાઈ કરી વિશ્વાસઘાત છેતરપિંડી કરી ગુનો કર્યો હતો. આ બનાવ સંદર્ભે રાંદેર પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY