નાનપુરામાં વિધવા યુવતીનો હાથ પકડી બિભત્સ માંગણી

0
12

સુરત, તા. ૨૧
૨૫ વર્ષિય વિધવાનો સરેઆમ હાથ પકડી બિભત્સ માંગણી કરનાર ગેરેજવાળાની અઠવા પોલીસે ફરિયાદના આધારે ધરપકડ કરી હતી. આ ગેરેજવાળાએ વચ્ચે પડનાર સાથે પણ ઝઘડો કરી કોલર પકડી તમાચા માર્યા હતા.
અઠવા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નાનપુરા માછીવાડ એકતા સર્કલ પાસે ગેરેજનું કામ કરતો ભરત મણીલાલ રાંદેરિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ગીતા ૧૯મીના રોજ રાત્રે ૧૧.૩૦ કલાકે પડોશી વિધવા યુવતીને આરોપી ભરત રાંદેરયાએ સરા જાહેર હાથ પકડી લઈ બિભત્સ માંગણી કરી હતી. ખરાબ ભાષામાં ગાળો આપી હતી. જેથી લોકો વચ્ચે પડતા આરોપી ભરત રાંદેરિયાએ તેઓની સાથે પણ ઝઘડો કર્યો હતો. છેડતીનો ભોગ બનનારે અઠવા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે આરોપી ભરતભાઈ મણીલાલ રાંદેરયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY