ચાર લૂંટારૂઓએ યુવકને લોખંડની ફેટ મારી
સુરત, તા. ૨૧
સચીન જીઆઈડીસી વિસ્તારમાં એક યુવક પર લોખંડની ફેટથી હુમલો કરી ૧૦ હજાર રૂપિયાનો ફોન તથા ૩૦૦ રૂપિયા રોકડાની લૂંટ ચલાવી અજાણ્યા ચાર લૂંટારૂઓ ફરાર થઈ ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોઁધાતા પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ બિહાર રાજ્યના દરભંગા જિલ્લાના વતની અને હાલમાં ઉન ગામના ગુલનાથ નગરના રહેવાસી ૧૯ વર્ષના પ્રકાશ રાજપુત પોતાનું બાઈક લઈને અગાઉ ૩૦૦ રૂપિયા જેને ઉછીના આપેલા હતા. તેની પાસે લેવા જતા હતા. ત્યારે સચીન જીઆઈડીસી રોડ પર અજાણ્યા ચાર ઈસમોએ લોખંડની ફેટ વડે હુમલો કરી નીચે પાડી દઈ રૂ.૧૦ હજારની કિંમતનો મોબાઈલ ફોન તથા રોકડા રૂ.૩૦૦ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



