સુરત, તા. ૨૧
ઓલપાડ-સાયણ રોડ કનાજ ગામ પાસે જમીન બાબત ચાલતા ઝઘડાની અદાવત રાખી પિતા તથા બે પુત્રોએ એક યુવકની બહેન પર પથ્થર મારી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હોવાનો બનાવ ઓલપાડ પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના વતની અને હાલમાં સાંધીયેર ગામના ભગાભાઈની આંબાવાડીમાં ૨૬ વર્ષના બુધેશભાઈ વાઘેલા રહે છે. આજથી કેટલાક દિવસો પહેલા બુધેશભાઈ અને તેમની બહેન પારૂલ સાથે જમીન બાબતમાં થયેલા ઝઘડાની અદાવત રાખી મેરાભાઈ માથાસુવીયા (પિતા), રાવીભાઈ મેરાભાઈ (પુત્ર) તથા મુન્નાભાઈ માથાસુવીયા (પુત્ર) વગેરેએ પારૂલબેન સાથે ઝઘડો કરી બાજુમાં પડેલો પથ્થર ઉંચકી તેમના માથાના ભાગે મારી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.ï જ્યાં પારૂલબેનના ભાઈએ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોઁધાવતા પોલીસે આઈપીસી ૩૨૩-૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨) મુજબનો ગુનો નોઁધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



