કારમાંથી રૂ.૧.૨૦ લાખનો દારૂનો જથ્થો પકડાયો

0
6

સુરત, તા. ૨૧
મહુવા શેખપુર ગામના દાતરડી ફળીયા ખાતેથી પસાર થતી એક સેન્ટ્રો કારમાંથી પોલીસે ૧૫૩૬ નંગ વગર પાસ પરમીટની વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી. જાકે, પોલીસની રેડ જાઈ કાર ચાલક સહિત ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહુવા શેખપુર ગામના નિશાળ ફળીયા ખાતે મહેન્દ્રભાઈ કાંતુભાઈ પટેલ રહે છે. મહેન્દ્રભાઈ અને તેની સાથેના બે મિત્રો ગતરોજ સેન્ટ્રો કાર જીજે-૧૫-ડીડી-૩૫૬૦માં વિદેશી દારૂ તથા બીયર મળી કુલ ૧૫૩૬ નંગ બોટલો કિંમત રૂ.૧.૨૦ લાખની ભરીને મહુવા શેખપુર ગામના દાતરડી ફળીયામાંથી પસાર થતા હતા. ત્યારે સુરત એલસીબીના પોલીસ જવાન અનિલભાઈ રામજીભાઈએ તેમની સેન્ટ્રો કાર રોકીને તપાસ કરી દારૂ અને બીયરની બોટલો કબજે કરી હતી. પોલીસની રેડ જેઈને ફરાર થઈ ગયેલા ચાલક સહિત ત્રણ આરોપીઅો વોન્ટેડ જાહેર થઈ જતા તમામની સામે પ્રોહિબીશન એકટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY