ઉછીના રૂપિયા નહીં મળતા સુરેશ ગુલાલ ઉશ્કેરાયો
સુરત, તા.૩૧
વરાછા આદર્શ નગર સોસાયટી બોમ્બે કોલોની પાસે ઉછીના નાણાની માગણી કરતા નાપાડવામાં આવતા એક મજૂર અને તેની માતા પર ચાકુ વડે હુમલી કરી ઈજાઓ પહોંચાડી એક ઈસમ ફરાર થઈ ગયો હોવાનો બનાવ વરાછા પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસે મારા-મારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યચા અનુસાર, વરાછા બોમ્બે કોલોની આદર્શ નગરની બાજુમાં સુરેશભાઈ હરીશભાઈ ગુલાલ રહે છે. ગતરોજ રાત્રિના સાડા દસ વાગ્યાના સુમારે મજૂરી કામ કરતા સુરેશભાઈ ગુલાલે (૩૨) પાસે બોમ્બે કોલોની ખાતે રહેતા વિજયભાઈ દિલીપભાઈ વસાવાએ ઉછીના નાણા લેવાની માગણી કરી હતી. જેની ના પાડવામાં આવતા સુરેશભાઈની પત્ની સાથે ગાળા-ગાળી કરી સુરેશભાઈ અને તેમની માતા પર ચાકુ વડે હુમલો કરી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામા આવતા તેઅોએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોમધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



