સુરત,તા.૨૧
મળતી માહિતી પ્રમાણે સાયણમાં રહેતા ૪૫ વર્ષીય ઓમપ્રકાશ ધર્મરાજ યાદવ કાપડના કારખાનામાં કામ કરે છે. રવિવારે રાત્રે સાયણથી ઉમરગામ જવા માટે બેઠો હતો. દરમિયાન આઠેક વાગ્યાના અરસામાં ઉત્રાણ બ્રિજ પરથી ટ્રેન પસાર થઇ રહી હતી. તે સમયે ઓમપ્રકાશ એકાએક ચાલું ટ્રેનમાંથી નીચે પટકાયો હતો. નદીમાં પાણી અને કાદવમાં તે ગરદન સુધી ખૂંપી ગયો હતો. આખી રાત માથા અને પગમાં થયેલી ઇજાને કારણે દર્દથી કણસતો રહ્યો હતો.
ઓમ પ્રકાશ ઉપર છેક સવારે છ વાગ્યે લોકોની નજર પડી હતી. જેથી ટ્રેકની તપાસ કરવા નીકળેલા લોકોએ રેલવેના કર્મચારીઓને નદીમાં પડેલા ઓમપ્રકાશને લાશ સમજી ઉપરી અધિકારીઓે જાણ કરી હતી.
રેલવે સ્ટેશન માસ્ટરે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચીને ઓમ પ્રકાશને નદીમાંથી બહાર કાઢીને હોસ્પિટલ ખસેડાયો હતો. ઓમપ્રકાશને માથાના ભાગે અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




