ગાઝીપુર,તા.૨૧
ગાઝીપુરમાં બસપા અને બીજેપીને વોટ આપવાને લઇને થયેલા વિવાદમાં એક વ્યકિતએ તેની પત્નીની પાવડાનો ફટકો મારીને મોતને ઘાટ ઉતારી દીધી છે. બીજેપીને વાટ આપતા નારાજ થયેલા તરવનિયા ગામના યુવક રામબચને સોમવારે સવારે પાવડાનો ફટકો મારીને પત્ની નીલમ (૨૫)ની હત્યા કરી નાખી હતી. જોકે, યુવતીના પિયરિયાવાળાઓએ તેની સામે દહેજ હત્યાનો કેસ નોંધાવ્યો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે રવિવારે બંને વચ્ચે વાટ આપવાને લઈને ઝઘડો થયો હતો. પતિ બસપાને વાટ આપવાનું કહી રહ્યો હતો પરંતુ પત્ની નીલમે બીજેપીને વાટ આપ્યો હતો. આ વાતને લઈને સોમવારે ફરી વિવાદ થયો હતો. જે બાદમાં રામબચને પાવડો મારીને પત્નીની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ તે પાવડા સાથે લાશની બાજુમાં જ ઉભો રહ્યો હતો. ભીડ એકઠી થતાં તે ત્યાંથી નીકળી ગયો હતો.
હત્યાના સમાચાર મળતા જ છોકરીના પરિવારજનો પહોંચી ગયા હતા. પરિવારના લોકોએ દહેજ માટે હત્યા કરી હોવાનો આરોપ લગાવીને રસ્તો બ્લોક કરી દીધો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની સમજાવટ બાદ આખો મામલો શાંત પડ્યો હતો. જે બાદમાં પતિ, સાસુ અને સસરા સામે દહેજ માટે હત્યા કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે મોડી સાંજે આરોપી પતિની ધરપકડ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



