સુરત,તા.૨૫
ડાયમંડ નગરીમાં દિન-પ્રતિદિન ગુનાખોરી વધી રહી છે અને તસ્કરોને મોકળું મેદાન મળ્યું છે. શહેરના યોગીચોક વિસ્તારમાં આવી જ એક તસ્કરીનો ઘટના સામે આવી છે. યોગીચોક વિસ્તારમાં તસ્કરો ત્રાટ્ક્યા અને ત્રણ દુકાનને નિશાન બનાવી.
તસ્કરો ત્રણ દુકાનમાં ત્રાટક્યા હતા અને દુકાનમાંથી ચોરી કરી ફરાર થયા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી. ઉલ્લેખનીય છે કે, ચોરો દુકાનના શટર તોડતા સીસીટીવીમાં કેદ થયા. તો પોલીસે પણ સીસીટીવીના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી જાણકારી અનુસાર સુરત શહેરના યોગીચોક ખાતે ગત મોડી રાતે તસ્કરીની ઘટના બનવા પામી હતી. તસ્કરોએ મોડી રાતે દુકાનના શટર પર લગાવવામાં આવેલ તાળા તોડીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
આ ઘટનાની જાણ દુકાનના માલીકને થતાં જ તેમણે નજીકના પોલીસ મથકે ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી જેને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળો દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દિવસે-દિવસે તસ્કરીની ઘટનામાં વધારો થઇ રહ્યો છે ત્યારે આ મામેલ સ્થાનિક પોલીસ તંત્ર પણ વધુ સજાગ બને અને આવી તસ્કરીની પ્રવૃત્તિ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




