ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફ્થી જીલ્લામા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના મળેલ જે અનુસંધાને ભરૂચ એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી ના પો.સ.ઇ વાય.જી. ગઢવી તથા ટીમના માણસો અંક્લેશ્વર વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન ત્રણ માસ અગાઉ અંક્લેશ્વર તાલુકાના અંદાડા ગામની સીમમા હરિદર્શન સોસાયટી સામેના રોડ ઉપર એક ફોર વ્હીલ કારના ચાલકે ચાર ઇસમોને અડફેટ મા લઇ શરીરે ઇજાઓ પહોચાડેલ જેમા બે ઇસમોના ઇજાઓ થતા મોત નીપજેલ તેમજ અક્સમાત કરનાર કાર ચાલક પોતાની કાર લઇ સ્થળ ઉપરથી નાસી ગયેલ જે ઉપરોક્ત બનાવ બાબતે અસ્ક્રમાત કરી નાસી જનાર અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધમા અંક્લેશ્વર શહેર પો.સ્ટે. મા ગુનો રજીસ્ટર કરવામા આવેલ જે ગુનો ઘણા સમયથી વણશોધાયેલ હતો .આ ગુના બાબતે એલ.સી.બીના પો.કો.દિલીપભાઇ ચંદુભાઇ નાઓને બાતમીદાર મારફતે મળેલ ચોક્કસ બાતમી આધારે આ ગુનામાં સંડોવાયેલ સેન્ટ્રો સાથે કલ્પેશભાઇ કાલીદાસ પટેલ (માછી) ઉ.વ.-૨૭ રહે.હાલ,ચાણક્યનગર સોસા.,પ્લોટનં-૧૧૭,અંદાડા તા-અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે-નવા કાંસીયા, કોંઢી ફળીયાની બાજુમા, તા-અંકલેશ્વર જી-ભરૂચની પુછ્પરછ કરતા તેણે પોતે આ ગુનો કરેલાની કબુલાત કરતા તેમજ ગુનામાં સંડોવાયેલ સેન્ટરો કાર નં-6/-01-61-8664 ની સંતાડી રાખેલ હોય જે રજુ કરતા તેના વિરૂધ્ધમા કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ માટે અંકલેશ્વર શહેર પો.સ્ટે.માં સોંપવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






