વિશ્વમાં ઝડપથી વિકસતા શહેરોમાં સુરત પ્રથમ, રાજકોટ સાતમા સ્થાને

0
17

સુરત,તા.૨૧
વિશ્વના સૌથી ઝડપતી વિકસી રહેલા શહેરોની યાદીમાં ફરી એક વાર સુરતનું નામ પ્રથમ ક્રમાંકે આવ્યું છે. સરવે સંસ્થા આૅક્સફોર્ડ ઇકોનોમિક્સના સરવે મુજબ ગુજરાતના બે શહેરોએ વિશ્વના ટોપ ૧૦ ઝડપથી વિકસી રહેલા શહેરોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ સરવેમાં સુરત પ્રથમ ક્રમાંકે અને રાજકોટ સાતમાં ક્રમાંકે છે.
આ સરવે મુજબ વર્થ ૨૦૧૯થી ૨૦૩૫ સુધી સુરત શહેરનો જીડીપી ગ્રોથ રેટ ૯.૨ ટકા રહેવાનો અંદાજ છે. સુરતનો કાપડ અને ડાયમંડ ઉદ્યોગનો વિકસ દિવસે અને દિવસે વધી રહ્યો છે. આ અંગે કાપડના વેપારીઓએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતુ કે ગ્રે, યાર્ન, પોલિસ્ટર સહીતના કાપડના એક્સપોર્ટનું હબ પણ સુરત બનશે. સુરત પોલિસ્ટરનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે.
વેપારીઓએ જણાવ્યું કે સુરતમાં રૂ. ૧૦૦થી લઈને હજારો રૂપિયાની કિંમતની સાડી તૈયાર થઈ અને એક્સપોર્ટ થાય છે. બનારસ, કોલકાત્તાનો જે સાડી ઉદ્યોગ હતો તેની સમાંતર જ સુરતમાં પ્રોડક્શન થઈ રહ્યું હોવાથી પણ સુરતના કાપડ ઉદ્યોગનો વિકાસ થઈ રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY