મતગણતરી કેન્દ્રની આસપાસ પ્રતિબંધ હુકમો લાગુ કરાયા

0
6

મોબાઈલ ફોન લઈને મતગણનચા કેન્દ્રમાં વેશી શકાશે નહીં
સુરત, તા.૨૨

લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૧૯નું મતદાન ગણતરી તા.૨૩/૫/૧૯ના રોજ સુરત શહેરના એસ.વી.એન.આઈ.ટી.કોલેજના કેમ્પસમાં મતગણતરી થનાર છે. મતગણતરી શાંતિપૂર્ણ રીતે અને સુમેળ ભર્યા વાતાવરણમાં પૂર્ણ થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરકરાર રહે તેવા આશયથી સુરત શહેરના મદદનીશ પોલીસ કમિશનર(વિશેષ શાખા) શ્રી પી.એલ.ચૌધરીએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
જાહેરનામા અનુસાર મતગણતરી મથકની અંદર કે કંમ્પાઉન્ડમાં કે મતગણતરી મથકની ચારેય બાજુમાં ૨૦૦ મીટરની ત્રિજયાની વિસ્તારમાં કોઈપણ વ્યકિત સેલ્યુલર/મોબાઈલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઈ વિજાણું સાધનો લઈ જવા ઉપર પ્રતિબંધ રહેશે. મતગણતરી મથકની અંદર કોઈ અન-અધિકૃત વ્યકિત પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત ૨૦૦મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઈપણ વ્યકિત વાહનો લઈ જઈ શકશે નહી અથવા પાર્ક પણ કરી શકશે નહી. વાહનોનો અર્થ પરીવહન હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય તેવા યંત્ર શકિતથી કે અન્ય રીતે રીતે ચાલતા કોઈપણ પ્રકારના વાહનનો સમાવેશ થાય છે. કોઈપણ વ્યકિત માચીસ, લાઇટર, ગેસ લાઈટર કે અન્ય સળગાવી શકાય તેવા વિસ્ફોટક પદાર્થો કે, ચીજ વસ્તુઓ લઈ જઈ શકશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી.જાહેરનામું મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY