રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૦ ની પરીક્ષાના પરિણામો જાહેર થઇ ચુક્યા છે જેમાં મોરબી જીલ્લાનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે સમગ્ર રાજ્યમાં મોરબી જીલ્લો દ્વિતીય સ્થાને રહ્યો છે તો મોરબીમાં કુલ ૧૬૦ વિદ્યાર્થીઓ એ ૧ ગ્રેડ સાથે ઉતીર્ણ થયા છે ત્યારે મોરબીમાં રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની દીકરીએ ઝળહળતી સફળતા મેળવી છે મોરબીની સાર્થક વિધામંદિરમાં અભ્યાસ કરતી મુછ્ડીયા નિકિતા ભરતભાઈ નામની વિદ્યાર્થીનીએ ધોરણ ૧૦ માં ૯૬.૧૭ ટકા અને ૯૯.૯૮ પીઆર મેળવ્યા છે ત્યારે સાધારણ પરિવારમાં ખુશીની લહેર છવાઈ છે ઝળહળતી સિદ્ધિનો શ્રેય નિકીતા તેના માતાપિતા અને સાર્થક વિદ્યામંદિર શાળાને આપે છે શાળા સંચાલક કિશોરભાઈ શુક્લ અને શાળાના શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન અને મહેનત થકી તેને આ મુકામ હાંસલ કર્યાનું પણ જણાવી રહી છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




