રાજકીય પક્ષોના એજન્ટોની હાજરીમાં સવારે ૭ કલાકે સ્ટ્રોંગ રૂમ ખોલાશે
સુરત, તા.૨૨
આવતીકાલે કાલે લોકસભા ચૂંટણી ૨૦૧૯ની મતગણતરી સમગ્ર દેશમાં એક સાથે થવાની છે. સુરત લોકસભા બેઠક માટે ૨૩ એપ્રિલ ૨૦૧૯ના રોજ મતદાન થયું હતું. આવતીકાલે ૨૩મેના રોજ સવારે ૮ કલાકે એસવીએનઆઈટી ખાતે મતગણતરી શરૂ થશે.
સુરત જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. ધવલ પટેના જણાવ્યા અનુસાર આવતીકાલે સુરત-૨૪ લોકસભા બેઠક માટે એસવીએનઆઈટીના ન્યુ સીઆરસી બિલ્ડિંગમાં મતગણતરી શરૂ થશે. સવારે ૭ કલાકે સ્ટ્રોંગ રૂમ રાજકીય એજન્ટોની ઉપસ્થિતિમાં ખોલવામાં આવશે. સવારે ૮ કલાકે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે ત્યારબાદ ઈવીએમની ગણતરી શરૂ થશે.
એસવીએનઆઈટીના ન્યૂ સીઆરસી બિલ્ડિંગ ખાતે ૨૪ સુરત લોકસભા અંતર્ગત આવનારી તમામ ૭ વિધાનસભા વિસ્તારની
મતગણતરી શરૂ થશે. સાત વિધાનસભાના મતગણતરી મથકમાં ૧૪-૧૪ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. ઓલપાડ વિધાનસભા માટે ૩૧ રાઉન્ડ, સુરત પૂર્વ માટે ૧૬ રાઉન્ડ, સુરત ઉત્તર માટે ૧૨ રાઉન્ડ, વરાછા માટે ૧૫ રાઉન્ડ, કરંજ માટે ૧૩ રાઉન્ડ, કતારગામ માટે ૨૧ રાઉન્ડ અને સુરત પિમ માટે ૧૬ રાઉન્ડ મળી કુલ ૧૨૪ રાઉન્ડમાં સુરત લોકસભાની મતગણતરી શરૂ થશે મતગણતરી માટે શહેર પોલીસ ઉપરાંત, સીઆરપીએફ, એસઆરપીનો પુરતો બંદોબસ્ત ખડકી દેવાયો છે. રાજકીય એજન્ટો અને કાઉન્ટિંગ એજન્ટો માટે જિલ્લા કલેક્ટરે વિશેષ સૂચના આપી છે કે મતગણતરી સેન્ટરમાં કોઈપણ ઈલેકટ્રોનિક ચીજવસ્તુ લઈ જવા ઉપર પ્રતિબંધ હોવાથી તેઓ મોબાઈલ, કેમેરા જેવી ચીજવસ્તુ ન લાવે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



