કસ્ટમ ઓફિસર અવિનાશ રાવતની પણ સંડોવણી
સુરત, તા. ૨૧
હજીરા સ્થિત પોર્ટના પાર્કિંગમાં ડીસીબીએ દરોડા પાડી બ્રાન્ડેડ સ્કોચની દારૂની બોટલ સહિત રૂપિયા ૩૦,૪૦૦ની કિંમતનો દારૂ કાર મળી કુલ્લે રૂપિયા ૩,૩૭,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ડીસીબી પોલીસે એકની ધરપકડ કરી હતી. જ્યારે પોર્ટના કસ્ટમ ઓફિસર અવિના રાવત સહિત બે જણાંને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ડીસીબી પોલીસને મળેલી બતમીના આધારે એએસઆઈ સંજય મુરલીધર, મુકેશ રાઠોડ, વિકાસ પાટીલ સહિતની ડીસીબી ટીમે મગદલ્લા ખાતેના પોર્ટ ગેટ નં. ૨ની પાસે સીએચએના પાર્કિંગ કમ્પાઉન્ડમાં દરોડા પાડી કારમાંથી ધ ફેમસ ગ્રોસ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૧ લીટરની આઠ બોટલ ૧૬૮ બિયરના ટીન, એક મોબાઈલ ફોન, કાર મળી કુલ્લે રૂપિયા ૩,૭૪,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ડીસીબી પોલીસે જહાંગીરપુરાના ભાવિન ભગવાનદાસ કાપડી (બાવાજી)ની ધરપકડ કરી હતી. જ્યારે અદાણી હજીરા પોર્ટના કસ્ટમ ઓફિસર અવિનાશ રાવત અને ઈરફાન નામના વ્યકિતને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



