સુરત, તા. ૨૧
સુરત એસઓજી પોલીસે લીંબાયત મીઠીખાડી વિસ્તારમાં દરોડા પાડી ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ કરી હતી. એસઓજી પોલીસે ચાર કિલો ૧૩૨ ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો.લીંબાયત પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે મીઠીખાડી નુરાની મસ્જિદ સામે ગલી નં. ૩, ઘર નં. ૫૧૮માં દરોડા પાડયા હતા. આ ઘરની ઝડતી દરમિયાન રૂપિયા ૨૪,૭૯૨ની કિંમતનો ગાંજાનો જથ્થો, એક મોબાઈલ ફોન, રોકડા ૫૦૦ મળી કુલ્લે રૂ. ૩૦,૨૯૨નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે આરોપી અલ્લારખાં કાસમ શેખની ધરપક કરી હતી. જ્યારે આરોપી સીતારામને વોન્ટેડ જાહેર કર્યો હતો. એસઅોજી લીંબાયત પોલીસ સ્ટેશને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





