સુરત,તા.૧
મહાનગરપાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત હાલમાં મિલકત વેરાનો છે. દર વર્ષે વેરાના માંગણાની વધુમાં વધુ વસૂલાત તેમજ સમયાંતરે સર્વે કરીને રીવાઈઝ આકરણીને કારણે વેરા વસૂલાતની આવક વધારવા સતત પ્રયાસો થયા છે. જેના કારણે આ વખતે ગત નાણાકીય વર્ષમાં જેટલી રકમની વસૂલાત થઈ હતી તે ૮૫૧ કરોડની રકમ કેલેન્ડર વર્ષના અંત સુધીમાં જ તિજારીમાં જમા થઈ ગઈ છે. અને હજુ ત્રણ મહિનામાં આ આવક ૨૦૦ કરોડ જેટલી થાય તેવી આશા સેવવામાં આવી રહી છે.
મહાનગરપાલિકાને ગત નાણાકિય વર્ષ ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીમાં ૮૫૧ કરોડ મળ્યાં હતાં. આ વર્ષે પ્રોપર્ટી ટેક્સના કુલ માંગણા ૧૨૩૮ કરોડ છે. જેમાંથી ૬૮ ટકા જેટલા રૂપિયા મળી ચુક્વ્યા છે. જેનાથી વધીને હજુ બાકીના ત્રણ માસમાં બાકી રહેતી રકમમાંથી ૨૦૦ કરોડની આસપાસની રકમ પાલિકાની તિજારીમાં જમા થાય તેવી આશા સેવવામાં આવી રહી છે.
સુરત મનપાના મેયર ડો. જગદીશ પટેલે જણાવ્યું હતું કે, પાલિકાને આવક જેમ વધશે તેમ નવા વિકાસના કાર્યોને વેગ મળશે. તમામ રૂપિયા શહેરીજનોની સુવિધાના કાર્યો વધારવા માટે વાપરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



