ચાર મહિનામાં પહેલી વખત ગોવાના સીએમ પર્રિકર કાર્યાલય પહોંચ્યા

0
15

પણજી,તા.૧
બીમાર ચાલી રહેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર છેલ્લા ચાર મહિનામાં પ્રથમવાર મંગળવારે નવા વર્ષના અવસર પર સચિવાલય પહોંચ્યા હતા. ૬૩ વર્ષીય પર્રિકર સ્વાદુપિંડ સંબંધિત રોગની બીમારીના કારણે લાંબા સમયથી ઓફિસ આવી શક્યા ન હતા. તેમણે ગત વર્ષે અમેરિકા અને મુંબઈની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી.
આ પહેલાં તેઓ સારવાર માટે મુંબઇ જવા પહેલાં ઓગસ્ટ ૨૦૧૮માં કાર્યાયલ આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે મુખ્યમંત્રી તબીબી ઉપકરણો સાથે વહેલી સવારે લગભગ ૧૦.૪૫ વાગ્યે સચિવાલયના મુખ્ય પ્રવેશદ્વાર પર પોતાની કારથી આવ્યા હતા.
પરિસર બહાર હાજર ભાજપા કાર્યકર્તાઓએ પર્રિકરના આગમન પર તેમના સ્વાગતમાં નારા લગાવ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ પ્રમોદ સાવંત, મંત્રીઓ મૌવિન ગોડિન્હો, મિલિંદ નાઇક, નીલેશ કૈબરલ અને પૂર્વ ધારાસભ્ય કિરણ કંડોલકર સહિત ભાજપના ધારાસભ્યોએ તેમનું સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું છે કે પર્રિકરે વર્તમાન પ્રવૃતિઓ અને પ્રમોશન તેમજ સ્થાનાંતરણ જેવા અન્ય બાબતોની સમીક્ષા માટે કાર્મિક વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે જણાવ્યું કે પર્રિકરે તેમના ઓફિસના કર્મચારીઓ સાથે મુલાકાત પણ કરી.
દિલ્હી એમ્સમાંથી ઓક્ટોબરમાં પરત આવ્યા પછી મુખ્યમંત્રી પ્રથમ વખત ગત મહિને જાહેરમાં જાવા મળ્યા હતા. તેમણે તે સમયે પણજીની પાસે મંડોવી અને જુઆરી નદીઓ પર નવા પુલ સંબંધિત કાર્યોનું નિરીક્ષણ પણ કર્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY