માંગરોળમાં રસ્તા પર મુકેલી કારમાંથી રૂ.૫૪ હજાર અને મોબાઈલની ચોરી

0
12

રસ્તામાં કાર બાજુ પર મૂકી અકસ્માત જોવા જવાનું કાર ચાલકને ભારે પડ્યું
સુરત, તા.૨૩
માંગરોળ-મોસાલી રોડ પરથી પસાર થતી એક કાર ચાલકે રસ્તામાં થયેલા વાહન અકસ્માતને કાર મૂકીને જાવા ગયા બાદ કારના કાચ તોડી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન, ચેકબુક મળી કુલ ૫૪ હજારની મતાની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ માંગરોળ પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કોસંબા-તરસાડી સહયોગ સોસાયટી ખાતે અમીષકુમાર પટેલ રહે છે. ૪૮ વર્ષનો આ યુવક વેપાર કરે છે. ગતરોજ તેઓ પોતાની કાર લઈને મોસાલી ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા. તયારે બે વાહનો વચ્ચે થયેલા અકસ્માતને જોવા ગયા હતા. પોતાની કાર પાર્ક કરીને અકસ્માતને જોવા ગયેલા અમીષ પટેલ જ્યારે પરત થયા હતા. ત્યારે કારનો કાચ તોડી ૩૮ હજાર રૂપિયા રોકડા, ૧૬ હજારનો ફોન તથા ચેકબુકની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY