સુરત, તા.૨૩
લાલગેટ પોલીસે શબરીનગર ખાડીની બાજુમાં ભંગારના ગોડાઉનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરી હતી.
લાલગેટ પોલીસે બાતમીના આધારે દરોડા પાડી આરોપી શાહરૂખ તસ્લીમ શાંની ધરપકડ કરી આરોપી સલમાન ઉર્ફે બેન્ડો ઐયુબ સૈયદ બ્રિજેશ ઉર્ફે ઘસીયાને વોન્ટેડ જાહેર કરી દમણ બનાવટની રૂ.૪૧૯૦૦ની દારૂની બોટલ, એક મોબાઈલ ફોન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



